Skip to main content

HeroPress: Remote Work Brings Freedom

આ નિબંધ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે

First of all, I want to say thank you to HeroPress for reaching out and letting so many people share their stories. I am a follower of HeroPress and read new stories every week! A few months ago my friend Juhi Patel shared her great WordPress story, and I was inspired by her to share my own and how it has changed my way of working.

I am that guy who hates theory and loves to do practical programming.

After completing my bachelor of engineering with Information Technology in 2013, I was looking for a job. I found that there were many different kinds of programming language jobs that were available. I was really not sure which one I needed or wanted to choose. After getting advice from a senior, I started training for PHP because it was easy and quick to learn. A few days before I had completed Training, I got selected in small company (5 Employees) as a PHP Developer. I was making websites there using PHP codeigniter framework.

I was belong from a small town, and everyday it took me around 3 hours to travel to my job. After about 2 months, I applied for a job at another big company and was selected as Web Developer. There I was working on CMS Framework (not WordPress 😀 ) for website projects. After a few days, I made my personal site using WordPress in my free time.

At that time, I was not aware of themes and plugins. I was just playing with theme files and editor to make changes on my website! 😜

After a month, my team leader got to know about that I was interested in WordPress. I got the opportunity to learn WordPress. I learned and explored WordPress with some demo projects by understanding how plugins and themes work. After 3 weeks of learning WordPress, I worked on my first WordPress project. This project took around 4 months to complete 😀 After this successful project, the whole CMS Team migrated to WordPress.

I realized that, WordPress is so easy to learn, get help and work on it!

After around 1 year and 3 months of working with that company, I was told to work after working hours due to heavy requirements from our projects. I felt really stressed and frustrated at work and during that time…

I got to know about “Remote” work. But I didn’t know what that was or how it works?

I explored about remote work and found that this is a career that you can work from your home, workplace or anywhere you like. I saw that many people in world are doing remote work happily. I decided to switch my job from Office Job to Remote Job. My parents, family and relatives advised me to not leave office job because they believed Remote Job is not as secure as an Office Job. But I stuck with my decision. In March 2015, I resigned from my job without notice period with the condition of no experience letter would be provided to me of this job.

At the initial stage it was hard to be freelancer. But I was trying and trying to get that started.

I had registered in one popular freelancer marketplace. After 1 week of trying very hard I got my first project. It was just for $5 to make an HTML page with a countdown timer. I did it successfully and got the best review. After that I had also completed many projects successfully. That’s it! I was done with my decision. Within the first few weeks I made a website for one US Client. They were impressed by my work and hired me as Full time Web Developer for their company in April 2015. I am remotely working with them happily still today from my home!

Everything is going smoothly. I am enjoying Work from Home, Freedom and Quality time with Family.

In October 2016, I learned about WordCamp. I attended my first WordCamp Nashik 2016. I met many WordPress Developers, Freelancers, Professionals, Users and many other people at this WordCamp. After that, I became a fan of WordCamp. We started organizing Meetups in our City. Within the last year, I have attended, volunteered and contributed as a friend and sponsor at more than 6 WordCamps. Currently I am active member of Ahmedabad WordPress Community.

I am a WordCamp Lover. WordCamp is a way to meet new people, learn and share knowledge!

In October 2017, we successfully organized WordCamp in our city. I have been speaking about how remote job can be a good opportunity as a career to students and newbie in panel discussion of WordCamp Ahmedabad.

4 men on a couch at the front of a room.Panel Discussion – WordCamp Ahmedabad 2017 (PC. Meher Bala)

WordPress is not just a CMS, It’s a community of lovely people!


રિમોટ કામ સ્વતંત્રતા લાવે છે.

“મને હીરોપ્રેસ સ્ટોરીમાં ભાગ લેવામાં કેવી રીતે પ્રેરણા મળી?”

સૌ પ્રથમ, ઘણા લોકો સુધી પહોંચીને અને તેમની વાર્તાઓ કહેવા માટે હું હીરોપ્રેસનો ખુબ જ આભાર માનું છું. હું હિરોપ્રેસનો અનુયાયી છું અને દર અઠવાડિયે નવી વાર્તાઓ વાંચું છું! થોડા મહિના પહેલા મારી મિત્ર જુહી પટેલે તેની વર્ડપ્રેસની રસપ્રદ વાર્તા હીરોપ્રેસ પર કહી હતી. તે વાંચીને મને, મારા પોતાની વાર્તા, મારા કામ કરવાની રીત કઇ રીતે બદલાઈ તે કહેવા માટે પ્રેરણા મળી હતી.

“હું તે વ્યક્તિ છું જે થિયોરીને નફરત કરે છે અને પ્રાયોગિક પ્રોગ્રામિંગ કરવા માટે પ્રેમ કરે છે. “

2013 માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે મારી સ્નાતક એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, હું નોકરી શોધી રહ્યો હતો ત્યારે મેં જોયું કે અહીં ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષાની નોકરીઓ ઉપલબ્ધ છે. ત્યારે હું ચોક્કસ ન હતો કે મારે કઈ પ્રોગ્રામિંગ ભાષા પસંદ કરવાની જરૂર છે? વરિષ્ઠ પાસેથી સલાહ મેળવ્યા પછી, મેં PHP માટે તાલીમ શરૂ કરી, કારણ કે તે શીખવા માટે સરળ અને ઝડપી હતી. તાલીમ પૂર્ણ થયાના થોડા દિવસો પહેલાં, મારી નાની કંપની (5 કર્મચારીઓ) માં PHP ડેવલપર તરીકે પસંદગી થઇ. હું PHP Codeigniter ફ્રેમવર્કનો ઉપયોગ કરીને ત્યાં વેબસાઇટ્સ બતાવતો હતો.

હું એક નાનકડા શહેરમાંથી આવતો હતો, અને દરરોજ મને મારી નોકરી પર મુસાફરી કરવા માટે 3 કલાક જેવા થતા હતા. લગભગ 2 મહિના પછી, મેં બીજી મોટી કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી અને ત્યાં મારી વેબ ડેવલપર તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યાં હું વેબસાઇટ સંબંધિત પ્રોજેક્ટ્સ માટે સીએમએસ ફ્રેમવર્ક (વર્ડપ્રેસ સિવાયની 😀) પર કામ કરતો હતો. થોડા દિવસો પછી, મેં મારી વ્યક્તિગત વેબસાઈટને મારા સ્વતંત્ર સમય દરમિયાન વર્ડપ્રેસની મદદથી બનાવી.

“તે સમયે, હું થીમ્સ અને પ્લગિન્સથી વાકેફ ન હતો. હું મારી વેબસાઇટ પર ફેરફારો કરવા માટે માત્ર થીમ ફાઇલો અને એડિટર સાથે રમી રહ્યો હતો! 😜

એક મહિના પછી, મારી ટીમના આગેવાનને જાણવા મળ્યું કે મને વર્ડપ્રેસમાં રસ હતો. ત્યારે મને વર્ડપ્રેસ શીખવાની તક મળી. વર્ડપ્રેસ થીમ્સ અને પ્લગીંસ કેવી રીતે કામ કરે છે એ સમજવા, મેં જાતે શીખીને કેટલાક ડેમો પ્રોજેક્ટસ બનાવ્યા. વર્ડપ્રેસ શીખવાના 3 અઠવાડિયા પછી, મેં મારા પ્રથમ વર્ડપ્રેસ લાઈવ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે મને લગભગ 4 મહિના લાગ્યા હતા 😀 આ સફળ પ્રોજેક્ટ પછી, સમગ્ર સીએમએસ ટીમ વર્ડપ્રેસમાં જોડાઈ ગઈ.

“મેં અનુભવ કર્યો કે, વર્ડપ્રેસ શીખવું, સહાય મેળવવી અને તેના પર કાર્ય કરવુ ખૂબ જ સરળ છે!”

લગભગ 1 વર્ષ અને 3 મહિના તે કંપની સાથે કામ કર્યા પછી, મને અમારા પ્રોજેક્ટ્સની ભારે આવશ્યકતાના કારણે કામના કલાકો પછી પણ વધારે રોકાઈને કામ કરવા કહેવામાં આવતું હતું અને તે 2 સપ્તાહથી વધુ ચાલુ રહ્યું. ત્યારે મને કામ કરવું ખરેખર ભારયુક્ત અને નિરાશાજનક લાગવા લાગ્યું, તે સમય દરમિયાન ..

“મને “રિમોટ” કામ વિશે જાણવા મળ્યું. પરંતુ મને ખબર નહોતી કે તે કે તે કેવી રીતે કાર્ય કરે છે?”

મેં રિમોટ કામ વિશે તપાસ કરી અને જાણવા મળ્યું કે આ એક કારકિર્દી છે જે તમે તમારા ઘર, કાર્યસ્થળ અથવા તમને પસંદ હોય એ જગ્યાએથી કામ કરી શકો છો. મેં જોયું કે દુનિયામાં ઘણા લોકો રિમોટ કામ ખુબ જ ખુશીથી કરી રહ્યા હતા. મેં ઑફિસ જોબ છોડીને રિમોટ કામ કરવાનું નક્કી કર્યું. મારા માતાપિતા, કુટુંબીજનો અને સંબંધીઓએ મને ઓફિસની નોકરી ના છોડવાની સલાહ આપી કારણ કે તેઓ માનતા હતા કે રિમોટ કામ એ ઓફિસ જોબ જેટલું સુરક્ષિત નથી. પરંતુ હું મારા નિર્ણય સાથે જોડાઈ રહ્યો. માર્ચ 2015 માં, મેં નોટિસના સમયગાળા વગર મારા કામમાંથી રાજીનામું આપ્યું હતું અને શરત હતી કે આ નોકરીનો કોઈપણ અનુભવ પત્ર મને પૂરો પાડવામાં આવશે નહીં.

“પ્રારંભિક તબક્કે ફ્રીલાન્સર બનવું મુશ્કેલ હતું. પરંતુ હું તે ગમે તેમ કરીને શરૂ કરવાનો ખુબ જ પ્રયાસ કરી રહ્યો હતો.”

મેં એક લોકપ્રિય ફ્રીલાન્સર માર્કેટપ્લેસમાં રજીસ્ટર કર્યું હતું. 1 અઠવાડિયાના સખત પ્રયાસ કાર્ય પછી મને પહેલો પ્રોજેક્ટ મળ્યો. આ પ્રોજેક્ટ કાઉન્ટડાઉન ટાઈમર સાથે એક HTML પેજ બનાવવા માટે મને માત્ર $5 મળ્યા હતા. મેં એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કર્યો અને શ્રેષ્ઠ રિવ્યૂ મેળવ્યો. તે પછી મેં ઘણા પ્રોજેક્ટ્સ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. બસ આ જ! મને મારો નિર્ણય સાચો પુરવાર થયો. પ્રથમ થોડા અઠવાડિયાની અંદર મેં એક યુએસ ક્લાયન્ટ માટે વેબસાઇટ બનાવી. તેઓ મારા કામથી પ્રભાવિત થયા હતા અને એપ્રિલ 2015 માં મને તેમની કંપની માટે સંપૂર્ણ સમય માટે વેબ ડેવલપર તરીકે નિયુક્ત કર્યો. હું આજે પણ તેમની સાથે ખુબ જ ખુશીપૂર્વક મારા ઘરેથી રિમોટ કામ કરું છું!

“બધું સરળતાપૂર્વક જઈ રહ્યું છે. હું ઘરેથી કામ કરીને સ્વતંત્રતા અને પરિવાર સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવાનો આનંદ અનુભવું છું.”

ઑક્ટોબર 2016 માં, મને વર્ડકેમ્પ વિશે જાણવા મળ્યું. મેં મારી પહેલી વર્ડકેમ્પ નાસિક 2016 માં હાજરી આપી હતી. હું ઘણા વર્ડપ્રેસ ડેવલપર્સ, ફ્રીલાન્સર્સ, પ્રોફેશનલ્સ, યુઝર્સ અને ઘણા અન્ય લોકોને આ વર્ડકેમ્પ પર મળ્યો હતો. તે પછી, હું વર્ડકેમ્પ નો ચાહક બની ગયો. અમે અમારા શહેરમાં મીટપનું નું આયોજન કરવાનું શરૂ કર્યું. છેલ્લા વર્ષમાં, 6 થી વધુ વર્ડકેમ્પ પર મેં હાજરી આપીને, સ્વયંસેવક અને મિત્ર સ્પોન્સર તરીકે ફાળો આપ્યો છે. હાલમાં હું અમદાવાદ વર્ડપ્રેસ સમુદાયનો સક્રિય સભ્ય છું

“હું વર્ડકેમ્પનો પ્રેમી છું. વર્ડકેમ્પ નવા લોકોને મળવાનો, પોતાના જ્ઞાનની આપ-લે કરવાનો એક માર્ગ છે!”

ઓક્ટોબર 2017 માં, અમે અમારા શહેરમાં સફળતાપૂર્વક વર્ડકૅમ્પનું આયોજન કર્યું હતું. વર્ડકૅમ્પ અમદાવાદની પેનલ ચર્ચામાં મેં વિદ્યાર્થીઓ અને વપરાશકર્તાઓ માટે રિમોટ કામ કેવી રીતે સારી કારકિર્દી હોઈ શકે તે વિશે ચર્ચા કરી હતી.

“વર્ડપ્રેસ ફક્ત સીએમએસ નથી, પણ તે શ્રેષ્ઠ લોકોનો સમુદાય છે.”

The post Remote Work Brings Freedom appeared first on HeroPress.



Source: WordPress